Blog Details

168) Booklet Sr. No. નું મહત્વ :

Booklet Sr. No. નું મહત્વ : 
~~~~~~~~~~~~~~~

* 34મા ભુદેવ જીવનસાથી સંમેલન મા,  દીકરીઓ (Girls) ની બુકલેટ રેડી થઇ ગઈ છે. દરેક દીકરી ને આજથી ફૉન તથા મેસેજ થી તેમનો Sr. No. આપવાનું કાર્ય, ભુદેવ નેટવર્ક Vivah team દવારા શરુ થઇ ગયું છે. 
* દીકરાઓ (Boys) ની બુકલેટ બનવાની પ્રોસેસ ચાલુ છે. આ બુકલેટ બની જશે એટલે દીકરાઓ ને પણ તેમનો બુકલેટ સીરીયલ નંબર અપાશે. 

(1) Sr. No. બેજ: સ્થળ ઉપર ઉમેદવારે, બુકલેટ મા જે તમારો સીરીયલ નંબર (ક્રમાંક નમ્બર) હોય, તે મુજબ નો Colorful-Badge (બેજ) ધારણ કરવાનો (પહેરવાનો) રહેશે. આવું કરવાથી અન્ય પૅરેન્ટ્સ - ઉમેદવાર તમને આસાનીથી ઓળખીને કોન્ટેક્ટ કરી શકશે. અને આમ, સ્થળ ઉપર જીવનસાથી સર્ચ મા, યોગ્ય ઉમેદવાર - પૅરેન્ટ્સ સુધી પહોંચવાનું તમારું કાર્ય આસાન થઇ જશે. 

(2) સ્ટેજ પરિચય : સ્ટેજ પરિચય આપતી વખતે, પ્રથમ, તમારે પોતાનો બુકલેટ સીરીયલ નંબર બોલવાનો રહેશે. એટલે ઉપસ્થિત શ્રોતા - ઓડિયન્સ - પૅરેન્ટ્સ - ઉમેદવાર, પોતાની બુકલેટ મા તરત તમારી નોંધ કરી લેશે. અને જેથી તેઓ તમને પછીથી આસાનથી કોન્ટેક્ટ કરી શકે. કોઈ પણ કાર્ય મા તે કાર્ય નો દરેક નીતિ - નિયમ - પોલિસી - પ્રોસેસ - પ્રોટોકોલ ને પૂરતો રસ લઈને discipline અને નિષ્ઠા થી ફોલો કરીયે તો તે કાર્ય મા ખરેખર મઝા પણ આવે, સ્થળ ઉપર શિષ્ટાચાર પણ જળવાય, અને તેમાંથી સારો લાભ પણ થાય છે.